આમિરની આ ફિલ્મે ચીનમાં 2 દિવસમાં જ કરી કરોડની કમાણી, બનાવ્યો આ નવો રેકોર્ડ, જાણો
હાલમાં જ આમિરે ચીનના ટેલેન્ટેડ કલાકારો સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એક ઈન્ડો-ચાઈના પ્રોજેક્ટ બનાવવાની વાત કરી હતી. આ ઉપરાંત તેણે ભારત-ચીનના સંબંધો વિશે પણ ઘણી વાતો કરી હતી.
હવે બે જ દિવસમાં 100 કરોડના જાદુઈ આંકડાને પાર કરી લેનારી ‘સીક્રેટ સુપરસ્ટાર’ સફળતાના મામલે ‘દંગલ’ને પાછળ છોડશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ આમિર ખાનની સતત ત્રીજી ફિલ્મ છે જે ચીનમાં ધૂમ મચાવી રહી છે. આ અગાઉ ‘પીકે’ અને ‘દંગલ’ પણ અહીં કમાલ કરી ચૂકી છે. દંગલે તો રેકોર્ડતોડ કમાણી સાથે ચીનની ઑલટાઈમ હિટ 30 ફિલ્મોમાં પણ સ્થાન મેળવી લીધું છે.
ફિલ્મે પ્રથમ દિવસે 43 કરોડ જ્યારે બીજા દિવસે 68 કરોડની કમાણી કરી. ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા ટ્વીટ કરીને જણાવ્યા.
નવી દિલ્હીઃ આમિર ખાનની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટાર ચીનમાં રિલીઝ થતાં જ છવાઈ ગઈ છે. ચીનમાં ફિલ્મે રિલીઝ થતાં જ તાબડતોડ કમાણી કરી રહી છે. ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર કુલ 83 કરોડ રૂપિયાની કમાણી કરી હતી પરંતુ ફિલ્મે ચાઈનીઝ બોક્સ ઓફિસ પર બે દિવસમાં જ 108.64 કરોડ રૂપિયાની કમાણી કરી છે.