કેપટાઉનમાં કોહલીને ચિયર કરતી જોવા મળી અનુષ્કા, Photos થયા વાઇરલ
સાઉથ આફ્રિકાની ઇનિંગ પૂરી થયા બાદ મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ દિવસના અંત સુધીમાં કોહલી સહિત ધવન અને વિજયની વિકેટ ગુમાવી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App11 ડિસેમ્બરે ઈટાલીના ટસ્કનીમાં લગ્ન બાદ વિરાટ અને અનુષ્કાએ 21 ડિસેમ્બરે દિલ્હીમાં અને 26 નવેમ્બરે મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. 21 નવેમ્બરે અનુષ્કા ભારતીય ટીમની સાથે જ સાઉથ આફ્રિકા રવાના થઈ હતી.
અહેવાલ મુજબ અનુષ્કા શર્મા જલદી ભારત પરત ફરશે. તે આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોના આગામી શેડ્યૂલનું શૂટિંગ કરશે. આ ફિલ્મ ચાલુ વર્ષે 21 ડિસેમ્બરે રજૂ થશે.
કેપટાઉનમાં બંનેની ઘણી તસવીરો સામે આવી છે. જેમાં તેઓ ક્યારેક શોપિંગ તો ક્યારેક ડાન્સ કરતા જોવા મળે છે.
અનુષ્કાની સાથે શિખર ધવનની વાઇફ આયશા, રોહિત શર્માની વાઇફ રીતિકા સજદેહ, ભુવનેશ્વર કુમારની વાઇફ નુપૂર નાગર અને મુરલી કાર્તિકની વાઇફ નિકિતા પણ બેઠી હતી.
કેપટાઉનના ન્યૂલેડ્સ સ્ટેન્ડમાં ભારતીચ ક્રિકેટરોની વાઇફની હાજરીથી તમામનું ધ્યાન ત્યાં ખેંચાયું હતું.
5 જાન્યુઆરી શુક્રવારથી કેપટાઉનમાં શરૂ થયેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ન્યૂલેડ્સ સ્ટેન્ડમાં અનુષ્કા શર્મા તેના પતિ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ચિટર કરતી જોવા મળી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -