મુંબઇ: ફિલ્મી જગતમાં આપણે બનતા બગડતા સંબંધોનાં કિસ્સા જોયા અને સાંભળ્યા છે. આ કિસ્સા ઘણી વખત સાચા હોય છે તો ક્યારેક આ ખબરો ખોટી પણ નીકળે છે. હાલમાં જ એક જાણીતા એક્ટરને લઇને એવી ખબર ચાલી રહી છે કે જેનાં પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય. પણ તેની વાયરલ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. રિપોર્ટ મુજબ એક્ટરે તેની પત્નીને છેતરી છે. તેનાં જીવનમાં એક નવી મહિલા આવી ચૂકી છે. આ એક્ટર અન્ય કોઇ નહીં પણ જસ્ટિન ટિમ્બરલેક છે.

બન્યું એવું કે જસ્ટિન ટિમ્બરલેકની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ તસવીરો વિશેના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ જસ્ટિન અને તેની પત્ની જેસિકા બેલ્કે વચ્ચેના સંબંધો હવે સારા નથી રહ્યા. લડાઈ ઝઘડા વચ્ચે તેના બાળકના જન્મ દરમિયાન પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી. તે જ સમયે હવે લાગે છે કે જસ્ટિનના જીવનમાં એક નવી સ્ત્રીએ એન્ટ્રી લઈ લીધી. આ અહેવાલ મુજબ જસ્ટિન અને તેની સહ અભિનેત્રી અલીશા વેનરાઈટ એકબીજાની નજીક આવી રહ્યા છે.



રિપોર્ટ મુજબ, આ બંને ન્યૂ ઑરલિયન્સમાં ફિલ્મની શૂટિંગ માટે પહોંચ્યા હતા. તે સમયે એક રાત્રે પેકઅપ બાદ બંને બાલકનીમાં સાથે ડ્રિન્ક્સ એન્જોય કરતાં નજર આવ્યા હતાં. જસ્ટિન, અલીશાનો હાથ પકડીને બેઠો હતો. અને પોતાની તરફ ખેંચી રહી હતી. આપને જણાવી દઇએ કે, બંને શૂટિંગની આઉટિંગ દરમિયાન એક -બીજા માટે ખાસ સમય ફાળવે છે. સેટ પરથી બંને એક કલાકનો સમય ગૂમ જ રહે છે.

નોંદનીય છે કે, જસ્ટિન અને જેસિકાનાં લગ્ન 2012માં થઇ હતી. થોડા દિવસો પહેલાં જ તેમણે તેમનાં લગ્નની 7મી એનીવર્સરી ઉજવી હતી. જસ્ટિનનાં મેનેજરનાં જણાવ્યાં મુજબ જસ્ટિન અને એલિશાનાં અફેરની વાતો માત્ર અફવા છે. તેણે એક મેગેઝિન સાથે વાત કરતાં આ નિવેદન આપ્યું છે.