પ્રિયંકા-નિક મેરેજ માટે ઉમેદ ભવન પેલેસમાં આવી છે રોયલ તૈયારીઓ, આવી છે અંદરની તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય મહેમાનો અલગ-અલગ સ્ટોલ પર રાજસ્થાનના સ્પેશ્યિલ ફૂડની મજા માણી શકશે. લગ્ન દરમિયાન પેલેસનો સ્ટાફ શાહી રાજસ્થાની ડ્રેસમાં જોવા મળશે. જેમાં સાફો, જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ્સ, બંધજ, દુપટ્ટો તથા મોજડી હશે.
લગ્નમાં મહેમાનોને ઈન્ડિયન ફૂડની સાથે વિશ્વભરના પકવાન પીરસવામાં આવશે. જોધપુરના શાહી ચાંદીના વાસણોમાં આ ભોજન પીરસવામાં આવશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ભોજનમાં પંજાબી, રાજસ્થાની તથા હૈદરાબાદી સિવાય ઈટાલિયન, મેક્સિકન, કોન્ટિનેન્ટલ તથા ચાઈનીઝ ફૂડ હશે.
શુક્રવારથી જ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્નની વિધિ શરૂ થઈ ગઈ હતી. શુક્રવારે નિક અને પ્રિયંકાની મહેંદી અને સંગીત સેરેમની થઈ હતી. આજ કૈથોલિક રિવોજો પ્રમાણે લગ્ન થયા બાદ રવિવારે નિક અને પ્રિયંકા હિંદુ રીત રિવાજો પ્રમાણે સાત ફેરા ફરશે. આ લગ્નમાં પ્રિયંકા લાલ રંગનો લહેંગો પહેરશે.
વેર્સ્ટન વેડિંગમાં પ્રિયંકા સફેર રંગના ખુબસુરત ગાઉનમાં રેમ્પ વોક કરશે. સુત્રો પ્રમાણે બન્નેના લગ્ન બાદ એક નાનકડો બ્રેક લેવામાં આવશે જેમાં પ્રિયંકા અને નિકના પરિવારજનો સ્પીચ આપશે. ત્યાર બાદ રાતે 9થી 11 વાગ્યા સુધી સિંગર માનસી સ્કોટ લાઈવ પરર્ફોમ કરશે.
પ્રિયંકા ચોપરા આજે પોતાની મંગેતર નિક જોનાસ સાથે લગ્ન કરશે. આજે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની કૈથોલિક રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરશે. પ્રિયંકા પોતાના લગ્ન માટે ખાસ સફેદ રંગના ગાઉનમાં પહોંચશે. જ્યારે નિક પણ ફોર્મલ્સમાં જોવા મળશે.
1 ડિસેમ્બરે નિક ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ પ્રિયંકા સાથે લગ્ન કરશે. 2 ડિસેમ્બરે હિંદુ રીતિ રિવાજ મુજબ બંન્ને સાત ફેરા ફરશે. લગ્ન બાદ 4 ડિસેમ્બરે દિલ્હીમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિયંકા-નિક જોનાસના લગ્ન હોવાથી ઉમેદ ભવન પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. આખો મહેલ રોશનથી ઝગમગી ઉઠ્યો છે.
જોધપુર: બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં સામેલ થવા માટે મુકેશ અંબાણી પરિવાર સાથે જોધપુર પહોંચ્યા છે.પ્રિયંકાના લગ્નમાં ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ મહેમાનો માટે હોટલના તમામ રૂમ બુક કરવામાં આવ્યા છે. પ્રિયંકા અને નિક માટે મહારાજા સ્યુટ અને મહારાની સ્યુટ બુક કરાવ્યો છે. આ લગ્નમાં જે મહેમાન પહોંચ્યા છે તેમને ખાસ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -