ડીસા ત્રિપલ અકસ્માત: જે યુવતીની ડોલી નીકળવાની હતી તેની લગ્નના આગલા દિવસે અર્થી નીકળતાં ગામ હિબકે ચઢ્યું
તેઓ શુક્રવારે વહેલી સવારે પાંથાવાડાના કુચાવાડા ટોલનાકા પાસે પહોંચ્યા હતા ત્યારે તેમની સ્વીફ્ટ ગાડીને ડીસા બાજુથી આવતા ટ્રેલરે ટક્કર મારતાં સ્વીફ્ટનો ખુદડો બોલી ગયો હતો. જેમાં મુરાદખાન પઠાણ અને તેમની પુત્રી આયશાબાનુનાં ઘટના સ્થળે જ મોત થયું હતું.
પુત્રના લગ્ન પતાવી મહેબુબ ખાન, તેમનાં પત્ની સાયરાબાનું અને શનિવારે જેનાં લગ્ન હતાં તે આયશાબાનુ સહિત 6 લોકો સ્વીફ્ટ ગાડી (જીજે 1-કેજી 5847) લઇ અમીરગઢ આવવા નીકળ્યા હતાં.
અમીરગઢના ટ્રાન્સપોર્ટર મુરાદખાન મહેબુબખાન પઠાણ (58)ના ઘરે પુત્ર અને પુત્રીનાં લગ્નને કારણે ખુશીનો માહોલ છવાયો હતો. ગુરુવારે સાંજે તેઓ પુત્ર આરીફખાનની જાન લઈ વાજતે-ગાજતે રાજસ્થાનના મંડાર પહોંચ્યા હતા.
ડીસાના કુચાવાડા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અમીરગઢના પિતા અને પુત્રીના મોત નિપજ્યાં હતાં. જ્યાં કાલે જે દીકરીની ડોલી નીકળવાની હતી તેની આજે અર્થી નીકળતાં ગામ હીંબકે ચઢ્યું હતું. શુક્રવારે પિતા-પુત્રીની એકસાથે અર્થી નીકળી હતી. માતા સારવાર હેઠળ છે.
જોકે આ અકસ્માતમાં મોત થયેલ પુત્રીના શનિવારે લગ્ન હતાં. મૃતક યુવતીના 1 ડિસેમ્બરે એટલે આજે લગ્ન હતા પરંતુ શુક્રવારે એટલે કે યુવતીના લગ્નના એક દિવસ પહેલાં યુવતીની ડોલીની જગ્યાએ જનાજો ઉઠ્યો હતો.
પાલનપુરઃ ડીસા-મંડાર હાઈવે પર કુચાવાડા પાસે શુક્રવારે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આઅકસ્માતમાં પિતા-પુત્રી સહિત 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતમાં લગ્નની ખુશીનો માહોલમાં વરરાજાના પિતા-બહેનના મોતથી માતમ છવાઈ ગયો હતો.