અભિનેતા ગોવિંદાની ભત્રીજીએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? કડવું સત્ય જણાવતી વખતે થરથર ધ્રુજતી હતી
abpasmita.in | 12 Jan 2020 09:17 AM (IST)
બિગ બોસમાં પણ આરતી ઘણી વખત તેની જિંદગી સાથે જોડાયેલી અનેક વાતો જણાવી ચુકી છે.
મુંબઈઃ બિગ બોસ 13નું આ વીકેન્ડ ઘણું ઈમોશનલ થવાનું છે. આ શોમાં દીપિકા પાદુકોણની સાથે એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરશે. લક્ષ્મીને ઘરમાં જોઈ અને તેની જિંદગીની કહાની સાંભળી ઘરના સભ્યોની આંખો ભરાઈ જશે. જે બાદ શોની સ્પર્ધક આરતી સિંહ તેની જિંદગી સાથે જોડાયેલું કડવું સત્ય જણાવશે. કૃષ્ણા અભિષેકની બહેન અને ગોવિંદાની ભાણેજ આરતી સિંહે બિગ બોસના ઘરમાં આઘાતજનક ખુલાસો કરતાં જણાવ્યું, જ્યારે હું 13 વર્ષની હતી ત્યારે ઘરમાં બંધ કરીને મારી સાથે રેપ કરવાની કોશિશ કરવામાં આવી. આ કડવું સત્ય જણાવતી વખતે આરતી થરથર ધ્રુજતી હતી. બિગ બોસમાં પણ આરતી ઘણી વખત તેની જિંદગી સાથે જોડાયેલી અનેક વાતો જણાવી ચુકી છે. તેણે શોની શરૂઆતમાં જણાવ્યું હતું, અનેક ટીવી શોમાં કામ કર્યા બાદ પણ તેને પ્રસિદ્ધી મળતી નહોતી. શો વારિસ કર્યા બાદ 2 વર્ષ સુધી કામ મળ્યું નહોતું. આ દરમિયાન હું ડિપ્રેશનમાં જતી રહી હતી. ડિપ્રેશનમાંથી નીકળવા માટે મારા ભાઈએ મદદ કરી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) ધોની સાથે તુલનાને લઈ હાર્દિક પંડ્યાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- હું ધોનીની....... ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, જાણો 12 અને 13 તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ જૂનાગઢઃ ખાનગી ટ્રાવેલ્સનો થયો અકસ્માત, 4નાં મોત, આવી થઈ બસની હાલત