ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, જાણો 12 અને 13 તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ
abpasmita.in | 11 Jan 2020 04:16 PM (IST)
હવામાન વિભાગના પ્રમાણે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 12 જાન્યુઆરીના કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જાન્યુઆરીના બનાસકાંઠા,જૂનાગઢ, ગીર સોમનાથ,પોરબંદર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 12 અને 13 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના પ્રમાણે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 12 જાન્યુઆરીના કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જાન્યુઆરીના બનાસકાંઠા,જૂનાગઢ, ગીર સોમનાથ,પોરબંદર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વિઘ્ન બને તેવી સંભાવનાઓ છે. ચાલુ વર્ષે ડિસેમ્બર સુધીના તહેવારોમાં પણ વરસાદની અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા જોવા મળી રહી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. જૂનાગઢઃ ખાનગી ટ્રાવેલ્સની બસનો થયો અકસ્માત, 4નાં મોત, આવી થઈ બસની હાલત