બુધવારે જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પીડિતાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટની મદદ લીધી. આ વિદ્યાર્થીનીએ જણાવ્યું કે થિયેટર સીનના રિહર્સલ દરમિયાન સુદીપ્તો દ્વારા યુવતીને જાતીય સતામણી સહન કરવી પડી હતી.
આ કેસમાં તાત્કાલીક કાર્યવાહી કરતાં પોલીસે આરોપી સુદીપ ચેટર્જીની ધરપકડ કરી હતી. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ કેસ વિશે જણાવ્યું હતું કે, 'પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ શ્વાસ લેવાની ટેકનીકનો અભિનય કરવામાં મદદરૂપ થવાના બહાને ગયા વર્ષે ડિસેમ્બરથી તેની સાથે અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ ફિલ્મ નિર્માતાની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.
પીડિતાએ શુક્રવારે સવારે ફૂલબાગાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પહેલા આરોપીને સાંજે ફુલબાગાન તેમના ઘરેથી અટકાયત કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. અધિકારીએ પુષ્ટિ આપી હતી કે પૂછપરછ દરમિયાન આરોપી ફિલ્મ નિર્માતા સુદીપ્તો ચેટર્જીએ ગૂનો કબૂલ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે થિયેટર ગ્રૃપની અન્ય એક મહિલા સભ્યએ પણ શુક્રવારે ફિલ્મ નિર્માતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.