શાહરૂખ-ગૌરીના લગ્નની 25th Anniversary! બંનેની Rare તસવીરો સાથે જાણો રોમાંસની કહાની
શાહરૂખ અને ગૌરી તો પોતાના પ્રેમને લગ્નમાં બદલવા તૈયાર હતા. પણ બંનેનાં ધર્મ અલગ હોવાના કારણે પરિવારજનોને વાંધો હતો.
શાહરૂખ અને ગૌરીને ત્રણ બાળકો છે. (આર્યન, સુહાના અને અબરામ)
શાહરૂખ ખાન અને ગૌરી પોતાની સ્કૂલની એક પાર્ટી દરમ્યાન મળ્યા હતા. આ પાર્ટીમાં શાહરૂખ ખાને ગૌરીને કોઈ અન્ય છોકરા સાથે ડાન્સ કરતા જોઈ હતી અને તેનાં પ્રેમમાં પડ્યો હતો. શાહરૂખ ખાન ત્યારે 19 વર્ષનો હતો જ્યારે ગૌરી 14 વર્ષની હતી.
બન્નેની મુલાકાત પાર્ટીઝમાં થતી હતી, જ્યાં ગૌરીની ફિમેલ ફ્રેન્ડ્સ પણ સાથે રહેતી હતી.
મુંબઈઃ આજે શાહરૂખ ખાન અને ગૌરીના લગ્નને 25 વર્ષ પુરા થયા છે. 25 ઓક્ટોબર, 1991નાં દિવસે લગ્નનાં કરનાર શાહરૂખ અને ગૌરીની લવ-સ્ટોરી ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. 19 વર્ષનો શાહરૂખ 14 વર્ષની ગૌરીના પ્રેમમાં પડ્યો હતો.
કેટલાય દિવસો મુંબઈની ગલીઓમાં ફર્યા બાદ ગૌરી મુંબઈના અક્સા બીચ પર મળી હતી શાહરૂખને જોઈને ગૌરી રડવા લાગી હતી.
કોર્ટશીપ દરમિયાન શાહરૂખ પોતાની કોઈ ફ્રેન્ડ પાસે ગૌરીના ઘરે ફોન કરાવતો હતો. ગૌરીના ઘરે જે કોઈ ફોન ઉપાડે, તેને શાહરૂખની ફ્રેન્ડ પોતાનું નામ શાહીન જણાવતી હતી. શાહીન કોડવર્ડ સાંભળી ગૌરી સમજી જતી હતી કે, શાહરૂખે ફોન કર્યા છે. આમ ગૌરીના ઘરે કોઈ શંકા પણ થતી નહોતી, અને શાહરૂખ લાંબા સમય સુધી ગૌરી સાથે વાતો કરતો હતો.
શાહરૂખની આદતથી તંગ આવીને ગૌરી દિલ્હી છોડીને કહ્યાં વિના મુંબઈ આવી ગઈ હતી. શાહરૂખ ગૌરીને મનાવવા મુંબઈ પહોંચી ગયા હતો. મુંબઈમાં ગૌરી ક્યાં રહે છે તે પણ શાહરૂખને ખબર નહોતી.
શાહરૂખે ગૌરીનાં પરિવારને મનાવવ માટે ખૂબ મહેનત કરી આખરે તે સફળ થયો. આ બંને 25 ઓક્ટોબર 1991નાં રોજ હંમેશા માટે એક-બીજા સાથે જોડાયા.
શાહરૂખ ગૌરીને લઈને પઝેસિવ હતો. ગૌરી પોતાના વાળ ખોલીને રાખે તો શાહરૂખ તેની સાથે લડતો હતો.
તે સમયે શાહરૂખે પહેલી વાર ગૌરીને જોઈ હતી. શાહરૂખે જ્યારે ગૌરી સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે ગૌરીએ પહેલા તો ના કહી હતી. જો કે થોડા જ સમયમાં કિંગ ખાનના પ્રેમ સામે ગૌરી હારી ગઈ હતી. અને આમ શરૂ થયો એ બંનેનો રોમાંસ.