નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી સામે જંગમાં હવે બોલિવૂડ કિંગ શાહૂરખ ખાને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. તેણે પોતાની કંપની, રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ, રેડ ચિલીઝ વીએફએક્સ, આઈપીએલ ક્રિકેટ ટીમ કોલકોતા નાઈટ રાઈડર્સ અને પોતાના મીર ફાઉન્ડેશન દ્વારા મદદની જાહેરાત કરી છે.

શાહરૂખ ખાન કેવી રીતે અને ક્યાં મદદ કરશે, તેની સંપૂર્ણ માહિતી રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટના ટ્વીટર હેન્ડલ દ્વારા શેર કરી છે. તેના પર બે પેજનું એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં વિગતવાર દાનની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ સ્ટેટમેન્ટ અનુસાર કિંગ ખાન અને તેની કંપની હાલમાં મુંબઈ, દિલ્હી અને કોલકાતામાં મદદ માટે કામ કરશે.

શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટના ટ્વીટને રીટ્વીટ કરતાં લખ્યું ખે, “આ જે સમય છે, આ સમયે જરૂરી છે કે જે તમારી આસપાસ તમારા માટે સખત મહેતન કરે છે. તમારી સાથે જોડાયેલ નથી, કદાચ તમારા માટે અજાણ્યા પણ હશે. એ લોકોને એ અનુભવ કરાવવામાં આવે કે તે લોકો એકલા નથી. આવો આપણે બધા એક બીજા માટે કંઈક કરીએ. ભારત અને તમામ ભારતીય એક પરિવાર છે.”

શાહરૂખ ખાને પીએમ કેયર્સ ફંડમાં ડોનેટ કરવાની સાથે સાથે અન્ય મદદની પણ જાહેરાત કરી છે. તેની ફિલ્મ પ્રોડક્શન કંપની રેડ ચિલી તરફતી ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટમાં શાહરૂખ ખાને આ રીતે ડોનેશનની વિગતો આપી છે.

  • કોલકાતા નાઈટ રાઇડર્સના કો-ઓનર શાહરૂખ ખાન, ગૌરી ખાન, જુહી ચાવલા મહેતા અને જય મહેતાએ પીએમ કેયર્સ ફંડમાં ફાળો આપવાનો સંકલ્પ કર્યો છે.

  • રેડ ચિલીના માલિક ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં ફાળો આપવાનો સંકલ્પ કર્યો છે.

  • હેલ્થ કેયર વર્કર્સના સપોર્ટ અને સલામતી માટે 50,000 પર્સનલ પ્રોટેક્ટિવ સાધનો એટલે કે પી.પી.ઇ. નું યોગદાન.

  • મીર ફાઉન્ડેશનના સહયોગથી દરરોજ એક મહિના માટે મુંબઈના 5500 પરિવારોને ભોજન આપવાનો સંકલ્પ

  • ગરીબ અને રોજમદાન મજૂરોને એક મહિના સુધી ભોજનની કીટ આપવી.

  • એસિડ સર્વાઇવરની મદદ કરવી વગેરે.


શાહરૂખ ખાને આ રીતે કોરોનાવાયરસ સાથેની લડાઈ માટે ઘણા મોટા એલાન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના આ પગલાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આપને જણાવી દઇએ કે, ગુરુવારે દેશમાં કોરોનાવાયરસના કેસો વધીને 1,965ને પાર થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 50 લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં 1,764 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે 150 લોકો એવા છે કે જેમને સારવાર બાદ રજા આપવામાં આવી છે અથવા તો બીજા દેશોમાં જતા રહ્યા છે.