Video: શાહરૂખ ખાન દિકરા અબરામ સાથે બન્યો સ્પાઈડરમેન, બોલાવ્યા ડાયલોગ
abpasmita.in | 13 Sep 2016 12:02 PM (IST)
મુંબઈ: બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની વ્યસ્તતાથી તેમના ફેંસ અજાણ નથી. પણ જ્યારે વાત આવે એક સારા પિતાની જવાબદારીની ત્યારે તે કિંગ ખાન ખુબજ સારી રીતે નિભાવતા હોય છે. કામની સાથે- સાથે તે તેમના બાળકોને પણ સમય આપે છે. એ ભલે પછી આર્યન સાથે સાઇકલ ચલાવાનું હોય, કે પછી સુહાના સાથે કોઇ ઇવેંટમાં જવાનું હોય, કે પછી અબરામની સાથે મસ્તી કરવાનું હોય. કીંગ ખાન એક સારા પિતા છે અને બાળકોને ક્વોલીટી ટાઇમ પણ આપતા હોય છે. શાહરૂખ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ છે અને છેલ્લા ઘણાં સમયથી શાહરૂખ તેમના સૌથી નાના અને ક્યુટ અબરામની ઘણા બધા ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. હાલમાં શારૂખએ એક વિડીયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં શાહરૂખ અને અબરામ સ્પાઇડરમેના માસ્કમાં પહેર્યા છે. સાથેજ સરસ રીતે સ્પાઇડરમેન ના ડાઇલોગ્સ પણ બોલતા નજર આવી રહ્યા છે. શાહરુખે વીડિયો શેર કરતા સમય કેપ્શનમાં લખ્યુ છે. ‘We cannot accomplish all that we need to do without working together’.