મુંબઈઃ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બોલિવૂડની સૌથી ચર્ચિત સેલિબ્રિટી કિડ્સમાંથી એક છે. મોટા પડદે પર તેના ડેબ્યૂને લઈને હાલમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. શાહરૂખે ખુદ ખુલાસો કર્યો હતો કે, સુહાના ફિલ્મોમાં એક્ટિંગ કરવા માગે છે અને તેમાં જ પોતાની કારકિર્દી બનાવવા માગે છે.
હાલમાં શાહરૂખની જેમ સુહાનાએ પણ ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનીથિંગ સેશન દરમિયાન આ અંગે જણાવ્યું હતુ કે તે કોને ડેટ કરવા માંગે છે. ઇન્સ્ટાગ્રામ પર હાલમાં સુહાનાએ જણાવ્યું કે તે કોરિયન પૉપ સિંગર Kim Jun-Myeonને ડેટ કરવા માંગે છે. તમને જણાવી દઇએ કે આ સિંગરને સુહૂના નામથી ઓળખવામાં આવે છે. સુહાનાએ સિંગરની ફોટો શેર કરતા આ વાત કહી હતી. હાલમાં શાહરૂખ ખાને સુહાના અંગે ફિલ્મ ફેરને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા સુહાનાએ થોડાક વર્ષ ટ્રેનિંગની જરૂર છે.