નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ રઈસની મુખ્ય અભિનેત્રી અને પાકિસ્તાની કલાકાર માહિરા ખાને આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એ પર વિવાદિત ટ્વીટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.


માહિરાએ ટ્વિટ કરી કે, તેણે આર્ટિકલ 370 પૂર્ણ થવા અંગે ટ્વિટ કરી કે, 'શું જે મુદ્દાઓને આપણે સંબોધિત નથી કરવા ઇચ્છતા.. તેને સહેલાઇથી બ્લોક કરી દેવામાં આવ્યા છે? આ રેતી પર ખેંચવામાં આવેલી રેખાઓથી પરે છે, આ નિર્દોષ લોકોનાં જીવ જવા માટે છે. સ્વર્ગ બળી રહ્યું છે અને આપણે ચુપચાપ આંસુ વહાવી રહ્યાં છે.'



માહિરાના ટ્વિટથી ગુસ્સે થઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યુ કે, 'ઓહ મેડમ! કૃપ્યા પોતાનાં દેશ પર ધ્યાન આપો. પહેલાં બ્લૂચિસ્તાનનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરો.' બીજા એક યુઝરે લખ્યુ કે, 'આપ કેમ આટલાં પરેશાન છો? કાશ્મીર અમારા ભારતમાં છે.'

એક યૂઝરે લખ્યુ કે, 'હા, અમે સમજીયે છીએ કે, આપ ચુપચાપ રોઇ રહ્યાં છો. કારણ કે, ન તો આપને અમારી ફિલ્મોમાં એક્ટિંગ કરવાની તક મળી કે ન તો આપને રણબીર મળ્યો. ધ્યાન રાખજે, આવું થતુ રહે. પણ આપ જાણો છો કે, જીવન આગળ વધતું રહે છે.'