શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર દિલ્હી અને પોંડિચેરીની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને અહીં વિધાનસભા પણ બનશે. અહીં લદ્દાખની સ્થિતિ ચંદીગઢ જેવી થશે. જ્યાં વિધાનસભા નહીં હોય.
બીજી તરફ, સરકારના નિર્ણય બાદ પડોશી દેશ પાકિસ્તાનમાં હોબાળો થઈ ગયો છે. બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય તણાવ વધી ગયો છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રે ભારત-પાકિસ્તાન સાથે શાંતિ કાયમ રાખવાની અપીલ કરી છે. બીજી તરફ, અમેરિકાએ ભારતના આ પગલા પર નજર રાખવાની વાત કહી છે. પરંતુ ખાસ વાત એ છે કે અમેરિકા તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેઓએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે.