નવી દિલ્હીઃ સોમવારે ક્રિકેટ જગતમાં એક ખાસ ઘટના ઘટી, વર્લ્ડકપ 2019ની ફાઇનલ રમનાર ટીમ ન્યૂઝીલેન્ડના ક્રિકેટ બોર્ડે એક ખાસ ડિસીઝન લઇને જર્સી નંબર 11ને હંમેશા માટે રિટાયર્ડ કરી દીધી. જર્સી નંબર 11 કિવી સ્પિન લિજેન્ડ ડેનિયલ વિટ્ટોરીનો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તેને ખાસ સન્માન આપીને તેને હંમેશા માટે ટીમમાંથી રિટાયર કરી દીધી છે.


ખાસ વાત એ છે કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ હવે એવા તમામ ક્રિકેટરની જર્સી નંબરને રિટાયર્ડ કરશે જેને ન્યૂઝીલેન્ડ માટે વનડેમાં 200થી વધુ મેચ રમી હશે.



ન્યૂઝીલેન્ડે સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, 200 વનડે મેચ રમનારા ડેનિયલ વિટ્ટોરીની જર્સી નંબર 11ને હંમેશા માટે રિટાયર્ડ કરવામાં આવી રહી છે. આવુ ત્યારે પણ કરવામાં આવશે જ્યારે કોઇ ખેલાડી ન્યૂઝીલેન્ડ માટે 200 વનડે રમશે, વિટ્ટોરીએ સૌથી વધુ 291 વનડે મેચ રમી છે.




વિટ્ટોરીએ ન્યૂઝીલેન્ડ તરફથી 291 વનડે અને 113 ટેસ્ટ રમી છે. વિટ્ટોરી વર્ષ 2007થી 2011 સુધી ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.