ટ્રાફિકથી બચવા ‘ઝીરો’ના સેટ પર ચોપરથી જાય છે શાહરૂખ, જાણો એક દિવસનો કેટલો કરે છે ખર્ચ
‘ઝીરો’ એક રોમેન્ટિક ફિલ્મ છે. જેમાં અનુષ્કા શર્મા અને કેટરીના કેફ પણ જોવા મળશે. હિમાંશુ શર્માએ આ ફિલ્મ લખી છે અને આનંદ એલ. રાયે નિર્દેશન કર્યું છે. 21 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે.
મુંબઈથી વસઈ સુધીના અઢી કલાકના માટે દરરોજ 1.5 લાખથી વધારે ખર્ચ થાય છે. શાહરૂખ નાઈટ શૂટ માટે સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સેટ પર રોકાય છે અને પછી ઘરે પાછા આવે છે. અઢી કલાકના આ સફર માટે તે દરરોજ 1 લાખ 50 હજાર ભાડું ચૂકવે છે. એટલે કે એક અઠવાડિયાનો આવવા-જવાનો ખર્ચો 10 લાખ 50 હજાર રૂપિયા થાય છે.
શાહરૂખ બોલિવુડના એવા સ્ટાર્સ પૈકીના એક છે જે સમયની કિંમત જાણે છે. એટલે જ ફિલ્મનું શૂટિંગ જલ્દી પૂરું કરવા માટે શાહરૂખ પ્રાઈવેટ ચોપરથી શૂટિંગ માટે જાય છે. મુંબઈથી વસઈ સુધી જવામાં દરરોજ ટ્રાફિકથી બચવા માટે શાહરૂખ પ્રાઈવેટ ચોપરનો ઉપયોગ કરે છે.
મુંબઈઃ શાહૂરખ ખાન હાલમાં પોતાની ફિલ્મ ‘ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આનંદ એલ રાય નિર્દેશિત આ ફિલ્મમાં તે એક વામનની ભૂમિકા ભજવી રહ્યા છે. કહેવાય છે કે, આ શાહરૂખની કારકિર્દીની સૌથી મુશ્કેલ ભૂમિકા છે. ઝીરોનું શૂટિંગ હાલમાં મહારાષ્ટ્રના વસઈમાં ચાલી રહ્યું છે. જાણકારી અનુસાર શૂટિંગ ખત્મ થવામાં હજુ બે મહિનાનો સમય લાગશે.