IPL 2018: રોમાંચક મેચમાં પંજાબે CSKને 4 રને હરાવ્યું, ધોનીના તોફાની 79* ટીમને જીતાડી શક્યા નહીં
ઉલ્લેખનીય છે કે, અશ્વિનને સ્ટાર ક્રિકેટર બનાવવામાં મહેન્દ્રસિંહ ધોનીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે અને બંને આઈપીએલમાં પણ અગાઉની તમામ સીઝનમાં સાથે રમતા આવ્યા છે. ત્યારે આ સીઝનમાં પંજાબના કેપ્ટન રહેલા અશ્વિને પોતાના ગુરુ ગણાતા એવા ધોનીને માત આપી હતી. ધોની છેલ્લા બોલે સિક્સ ફટકારીને પણ ટીમને જીત ન અપાવી શક્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોહાલીઃ કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સે રવિવારે રમવામાં આવેલ રોમાંચક મેચમાં 4 રને હાર આપી હતી. ટોસ હારીને પણ પ્રથમ બેટિંગ કરતાં કિંગ્સ ઇલેવન પેજાબની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 197 રન બનાવીને ચેન્નઈને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્ની ટીમ 20 ઓવરમાં 193 રન જ બનાવી શકી હતી અને પંજાબે આ મેચ 4 રને જીતી લીધી હતી. ચેન્નઈ તરફથી કેપ્ટન ધોનીએ 44 બોલમાં 79 રન બનાવ્યા છતાં તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ટોસ જીતને ચેન્નાઇ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે કિંગ્સ ઇલેવન પંજાબને પહેલા બેટિંગ કરવાનો મોકો મળી ગયો છે. પહેલી ઇનિંગમાં કિંગ્સ ઇલેવન પંજાબે સાત વિકેટના નુકસાન સાથે 197 રન બનાવ્યા, આમ ચૈન્નાઇને 198 રનનો પહાડી ટાર્ગેટ મળ્યો છે.
બે વર્ષના પ્રતિબંધ પછી ઇન્ડિયન પ્રિમિયમ લીગમાં ઘરવાપસી કરેલી ચેન્નાઇની ટીમે પહેલી મેચમાં ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને અને બીજી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને હરાવ્યા હતા. બીજી મેચમાં ચેન્નાઇએ કોલકત્તા સામે 203 રનનું લક્ષ્ય છેલ્લા બોલમાં સિક્સ લગાવીને સર કરી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -