મુંબઈઃ હાલમાં જ દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી. છેલ્લા ઘણાં દિવસતી સેલેબ્સની દિવાળી પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. આ ખાસ અવસર પર પ્રિયંકા ચોપરા, અક્ષય કુમારથી લઈને શાહરૂખ ખાને ફેન્સને ખાસ અંદાજમાં દિવાળીની શુભેચ્છા પાઠવી. પરંતુ શાહરૂક ખાન દિવાળની શુભેચ્છા આપતા જ તેને ટ્રોલ કરવામાં આવ્યા.




શાહરૂખ ખાનને તેના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દીકરા અબ્રાહમ અને પત્ની ગૌરી ખાન સાથે એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં ત્રણેયના કપાળ ઉપર તિલક જોવા મળી રહ્યું છે. જેના કારણે કેટલાક કટ્ટરવાદીઓએ શાહરૂખના તિલક લગાવવા પર સવાલ ઉઠાવ્યા. ટ્રોલિંગ વધારે થતા હવે દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમીએ શાહરૂખનો પક્ષ લઈ ટ્રોલર્સને બરાબરના આડે હાથ લીધા છે.


આ પોસ્ટના સપોર્ટમાં દિગ્ગ્જ અભિનેત્રી શબાના આઝમી મેદાને આવ્યા હતા. તેમણે શાહરુખની તરફેણ કરતા ટ્વીટર પર જણાવ્યું હતું કે મને આશ્ચર્ય થઇ રહ્યું છે કે શાહરુખની દિવાળીની શુભેચ્છાઓ પર કટ્ટરપંથીઓ પોતાનો ગુસ્સો ઉતારી રહ્યા છે. તિલક લગાવવા બદલ શાહરુખને નકલી મુસલમાન કહેવામાં આવી રહ્યો છે. ઇસ્લામ એટલો બધો કમજોર નથી કે એને ભારતની આ સુંદર પરંપરાથી ખતરો પેદા થાય! અલબત્ત ભારતની વિશેષતા જ આ ગંગા જમુનાની તહેઝિબ એટલે કે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનું સુખદ સંમિશ્રણ છે.