કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, આતંકીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવતા ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તે સિવાય ઇજાગ્રસ્તોમાં ત્રણની હાલત ગંભીર છે.


એક રિપોર્ટ અનુસાર, સોપોરમાં હોટલ પ્લાઝા પાસે  હુમલો થયો હતો. હુમલા બાદ આખા વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કડક સુરક્ષા બાદ પણ આતંકીઓ સક્રીય છે. દિવાળીના એક દિવસ અગાઉ 26 ઓક્ટોબરના રોજ શ્રીનગરમાં સીઆરપીએફ જવાનો પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો.

આ ગ્રેનેડ હુમલો યુરોપિયન સંસદના 27 સાંસદોના જમ્મુ કાશ્મીર પ્રવાસના એક દિવસ અગાઉ થયો છે. આવતીકાલે યુરોપિયન સંસદનું પ્રતિનિધિમંડળ જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કશે. તેમણે આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.