પાર્ટીમાં ઐશ્વર્યાના મેનેજરનાં લહેંગામાં લાગી આગ, બોલિવૂડના આ સ્ટાર એક્ટરે દોડીને બચાવ્યો જીવ
abpasmita.in | 31 Oct 2019 07:56 AM (IST)
આ પાર્ટીની રાતે ઘટના ત્રણ વાગે બની હતી. નજીકના સૂત્રોના મતે, રાતના ત્રણ વાગે આ બનાવ બન્યો હતો, આ સમયે પાર્ટીમાં બહુ જ ઓછા મહેમાનો હતા.
નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચનના ઘરે બે વર્ષ બાદ ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બોલિવુડના દિગ્ગજ કલાકારો આ પાર્ટીમાં ઉમટી પડ્યા હતા. સૌ પાર્ટીમાં મસ્ત હતા ત્યાંજ એક દુર્ઘટના બની હતી. ઐશ્વર્યા રાય બચ્ચનની મેનેજર અર્ચના સદાનંદના લહેંગામાં અચાનક આગ લાગી હતી. આ સમાચારને ફરાહ ખાને પણ સમર્થન આપ્યું છે. ફરાહે ઈન્સ્ટાગ્રામ ટોરી પર અર્ચના સદાનંદના લહેંગામાં લાગેલી આગની સ્ટોરીનો સ્ક્રીનશોટ શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પાર્ટીની રાતે ઘટના ત્રણ વાગે બની હતી. નજીકના સૂત્રોના મતે, રાતના ત્રણ વાગે આ બનાવ બન્યો હતો, આ સમયે પાર્ટીમાં બહુ જ ઓછા મહેમાનો હતા. અર્ચના દીકરી સાથે ગાર્ડનમાં હતી અને અચાનક જ તેનો લહેંગો આગમાં સપડાઈ ગયો હતો. આસપાસ ઉભેલા તમામ વ્યક્તિઓને તરત ખ્યાલ જ ના આવ્યો કે શું કરવું. આ સમયે શાહરૂખ ખાન દોડીને આવ્યો હતો અને તેણે પોતાના જેકેટથી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. અર્ચનાના હાથ અને જમણા પગમાં આગના લીધે 15 ટકા દાજી છે. જ્યારે શાહરૂખને પણ સામાન્ય ઇજા થઇ છે. અર્ચનાને હાલ નાણાવટી હોસ્પિટલમાં એટમિટ કરવામાં આવી છે. અર્ચનાને ICUમાં રાખવામાં આવી છે. 15 ટકા દાઝવાથી અર્ચનાને હાલ હોસ્પિટલમાં સારવારા આપવામાં આવી રહી છે. ડોક્ટર્સના મતે, અર્ચનાના જમણાં પગ તથા બંને હાથ દાઝી ગયા છે. મંગળવારના (29 ઓક્ટોબર) રોજ અર્ચના ICUમાં પોતાના જ વોર્ડમાં થોડું ચાલી હતી પરંતુ હજી પણ થોડાં દિવસ તેને ICUમાં જ રાખવામાં આવશે. આ પહેલા પણ દિવાળીની પાર્ટીમાં ટીવી એકટ્રેસ નિયા શર્માના લહેંગામાં પણ આગ લાગી હતી. જો કે તેને કોઈ નુકસાન થયુ ન હતુ તે સારી વાત છે. નિયાએ સળગેલા લહેંગાની તસવીરો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરીને લખ્યુ કે દિવડાની તાકાત તો જુઓ, પલક જપકાવતા લાગી આગ, જોકે મારા આઉટફિટમાં લેયર્સ હતા જેણે મને બચાવી લીધી. કોઈ શક્તિ હતી જેણે મને બચાવી.