શાહરૂખ ખાને શરુ કર્યું શૂટિંગ, 'મન્નત'ની બાલકનીમાં શૂટ કરતો જોવા મળ્યો અભિનેતા, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jun 2020 01:32 PM (IST)
બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના ઘરે મન્નતમાં શુટિંગ કરતા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ: બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના ઘરે મન્નતમાં શુટિંગ કરતા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં શાહરૂખ મુંબઇ સ્થિત પોતાના ઘર 'મન્નત'ની બાલકનીમાં શુટિંગ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાને ચેક શર્ટ અને જીન્સ પહેર્યું છે. તે શૂટિંગ દરમિયાન પોતાનો એક હાથ વારંવાર ઉઠાવી રહ્યો છે, જાણે કોઈ નારા લાગી રહ્યો છે. આ પછી, તે તેના બંને હાથ ઉપરની તરફ ઉઠાવે છે. શાહરૂખ ખાન કયા પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો છે, તે હજી જાણી શકાયું નથી. શાહરૂખ ખાનના ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છે. લોકો તેની આગામી ફિલ્મ વિશે જાણવા માટે પણ ખૂબ ઉત્સુક છે. શાહરૂખ ખાનનો આ વીડિયો તેના ફેન પેજ ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતાં લખ્યું, 'કિંગ ખાન બાલ્કનીમાં જોવા મળ્યા! શું થઈ શકે છે તે કોઈ અનુમાન લગાવી શકે છે ? ' શાહરૂખ ઘણા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે. જો કે, તેની પ્રોડક્શન કંપનીએ આ દરમિયાન ઘણી હિટ ફિલ્મો આપી છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, શાહરૂખ ખાન છેલ્લે 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઝીરો' માં જોવા મળ્યો હતો. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો નથી. ત્યારબાદ તે કોઈ પણ ફિલ્મમાં દેખાયો નથી. આ ફિલ્મમાં તેની સામે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ રાયએ કર્યું હતું. આ પછી, ચાહકો તેમની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે આર માધવનની ફિલ્મ 'રોકેટરી' માં ખાસ અપીયરેંસ કરશે.