✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘રઇસ’ના પ્રમોશનમાં એકનાં મોતના કેસમાં શાહરૂખે કરી હાઇકોર્ટમાં પીટિશન, જાણો શું કહ્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Mar 2017 12:06 PM (IST)
1

રેલવે પોલીસના સમન્સના પગલે શાહરુખાને આખી ઘટના સાથે પોતાને કોઈ નિસ્બત નહી હોવાની વાત કહી પોતે કેસમાંથી મુક્તિ આપવામાં આવે તેવી દાદ ગુજરાત હાઈકોર્ટ સામે માગી છે. શાહરૂખાને ગુજરાત હાઈકોર્ટને કહ્યુ છે સમગ્ર ઘટનામાં મારો કોઈ વાંક નથી.

2

‘રઈસ’ ફિલ્મના પ્રમોશન વચ્ચે વડોદરા રેલવે સ્ટેશન ઉપર શાહરૂખાન આવ્યો ત્યારે વડોદરાના ફરીદખાન નામના એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. આ મામલો રેલવે પ્રધાન સુરેશ પ્રભુ સુધી જતા તેમણે રેલવે પોલીસના ડીજીપીને તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં ‘રઈસ’ ફિલ્મના પ્રમોશન માટે રેલવેની કોઈ મંજુરી નહીં હોવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી રેલવે પોલીસે વડોદરા રેલવે પોલીસ સામે પોતાનો પક્ષ મુકવા શાહરુખાનને સમન્સ પાઠવી હાજર રહેવા જણાવ્યુ હતું.

3

અમદાવાદ: શાહરૂખની ફિલ્મ ‘રઈસ’ના પ્રમોશન વખતે વડોદરા રેલવે સ્ટેશન ઉપર થયેલી ધક્કા-મુક્કી અને પોલીસ લાઠીચાર્જને કારણે વડોદરાના રહેવાસી ફરિદખાનનું હ્રદય રોગનો હુમલો આવતા મોત થયું હતું. આ કેસમાં રેલવે પોલીસે પાઠવેલા સમન્સ બાદ પોતે નિર્દોષ હોવાનો દાવો કરતી પિટિશન ગુજરાત હાઈકોર્ટ સામે મુકી છે જેની સુનાવણી ગુરૂવારના રોજ હાઈકોર્ટમાં થશે.

  • હોમ
  • મનોરંજન
  • ‘રઇસ’ના પ્રમોશનમાં એકનાં મોતના કેસમાં શાહરૂખે કરી હાઇકોર્ટમાં પીટિશન, જાણો શું કહ્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.