શાહિદે ટ્વિટર પર લખ્યું કે, આ પરિસ્થિતિઓમાં આપણી સામાજીક જવાબદારી બને છે કે આ વાયરસથી બચવા માટે પોતાના તરફથી દરેક સંભવિત પ્રયાસ કરવા જોઈએ. ટીમ જર્સીએ પોતાની આગામી શૂટિંગ રોકી દીધી છે. બધાને ઘરે જઈને પોતાનું ધ્યાન રાખે અને પરિવારનું પણ ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે. જવાબદારી નિભાવો. સુરક્ષિત રહો.
ફિલ્મ જર્સી તેલુગુ ફિલ્મની રિમેક છે. જેમાં શાહિદ કપૂર એક ક્રિકેટરનો ભૂમિકા ભજવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ કોરોના વાયરસથી મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. સરકારે અનેક મોટા મોટા શહેરો, દિલ્હી,કર્ણાટક, ઓડિશા અને કેરળમાં સિનેમાં હોલ્સ અને થિયેટર બંધ કરવાનો આદેશ આપ્યો છે.