મુંબઈઃ Yes Bankના શેરમાં રોકાણ કરી ચુકેલા લોકો માટે કામના સમાચાર છે. યસ બેંકની પુનર્ગઠન યોજનામાં રાખવામાં આવેલી શરતથી રોકાણકારોનું ટેન્શન વધી શકે છે.
75% શેર કરી દેવાશે લોક
આ શરત પ્રમાણે જો તમે યસ બેંકના 100થી વધારે શેર ખરીદ્યા હશે તો તેમાંથી 75 ટકા હિસ્સો 3 વર્ષ માટે લોક કરી દેવામાં આવશે. એટલે કે ત્રણ વર્ષ સુધી શેર નહીં વેચી શકો. જો ભાવ વધે અને તમારી ઈચ્છા હશે તો પણ તમે માત્ર 25 શેર જ વેચી શકશો. આ સ્થિતિમાં તમે યોજના મુજબ કમાણી નહીં કરી શકો.
ક્યારથી શરૂ થયો લોક ઈન પીરિયડ
લોક ઈન પીરિયડ 13 માર્ચ, 2020થી લાગુ થઈ ચુક્યો છે. જેનો મતલબ છે કે સોમવારે ટ્રેડિંગ ખુલ્યા બાદ જે લોકો 100થી વધારે શેર ખરીદશે તેઓ માત્ર 25 ટકા જ વેચી શકશે.
કોને લાગુ નહીં પડે નિયમ
આ ઉપરાંત જે શેર હોલ્ડર્સ પાસે 100થી ઓછા શેર હશે તેમના પર આ નિયમ લાગુ નહીં થાય. જે લોકો પહેલાથી જ યસ બેંકના શેર ખરીદી ચુક્યા છે તેઓ આ અંતર્ગત નહીં આવે. યસ બેંકની પુનર્ગઠન યોજના અંતર્ગત જેમને શેર ફાળવવામાં આવશે આ નિયમ તેમને જ લાગુ પડશે.
આ દરમિયાન યસ બેંકના ખાતાધારકો માટે રાહતના સમાચાર છે. બેંકના ગ્રાહકો 18 માર્ચ બાદ પહેલાની જેમ રૂપિયા નીકાળી શકશે.
લોકો ચામાચીડિયા અને કૂતરા કેવી રીતે ખાઈ શકે ? કોરોના વાયરસને લઈ ચીન પર આ સ્ટાર ક્રિકેટરે કાઢ્યો ગુસ્સો
દિલ્હીમાં ધોધમાર વરસાદ સાથે પડ્યા કરા, રોડ પર પાણી ભરાવાથી સર્જાયો ટ્રાફિક જામ
IPL 2020: ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં આ મુદ્દા પર થઈ ચર્ચા, મેચોમાં થઈ શકે છે ઘટાડો