નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ બે લોકોના આ વાયરસથી મોત થઈ ચુક્યા છે. કોરોનાને વિશ્વ આરોગ્ય સંગઠને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. આ ઉપરાંત ક્રિકેટના મહાકુંભ ગણાતી આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને રાવલપિંડી એક્સપ્રેસ નામે જાણાતી શોએબ અખ્તરે તેની યૂ-ટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કરીને કોરોના વાયરસ અંગે વાત કરી હતી.

અખ્તરે કહ્યું, મને સમજમાં નથી આવતું કે લોકો કેમ ચામાચીડિયા જેવી વસ્તુ ખાય છે, તેનું લોહી પીવે છે, તેનું યૂરીન પીવે છે અને વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાવે છે. હું ચીનના લોકોની વાત કરી રહ્યો છું. મને સમજમાં નથી આવતું કે તમે કેવી રીતે ચામાચીડિયા, કૂતરા કે બિલાડી જેવી ચીજો ખાઈ શકો છો. હું ખૂબ ગુસ્સામા છું. હવે પૂરી દુનિયા ખતરામાં છે, ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી પર અસર પડી રહી છે, ઇકોનોમી ભાંગી પડી છે.



હું ચીનના લોકોની વિરુદ્ધમાં નથી પરંતુ જાનવરો માટે આ કાનૂનની સામે છું. હું સમજું છું કે આ તમારું કલ્ચર છે પરંતુ તેમને તેનો ફાયદો નથી મળી રહ્યો અને લોકોના મોત થઈ રહ્યા છે. તમે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો તેમ હું નથી કહી રહ્યો પરંતુ આ માટે કેટલાક કાનૂન હોવા જોઈએ. તમે આ પ્રકારે કંઈ ન ખાય શકો.

આઈપીએલ સ્થગતિ થવા પર અખ્તરે કહ્યું, મેં સાંભળ્યું છે કે આઈપીએલને પણ 15 એપ્રિલ સુધી સ્થિગત કરી દેવામાં આવી છે. હોટલ ઈન્ડસ્ટ્રી, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી ને બ્રોડકાસ્ટર્સને તેનું ભારે નુકસાન ઉઠાવવું પડશે. વાયરસ ભારત ન પહોંચ્યો હોત તો સારું થાત. ત્યાં 130 કરોડ લોકો છે, હું ભારતના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. હું તમામની સલામતી માટે પ્રાર્થના કરું છું.

દિલ્હીમાં ધોધમાર વરસાદ સાથે પડ્યા કરા, રોડ પર પાણી ભરાવાથી સર્જાયો ટ્રાફિક જામ

IPL 2020: ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં આ મુદ્દા પર થઈ ચર્ચા, મેચોમાં થઈ શકે છે ઘટાડો