મુંબઈઃ શારિદ કપૂર આમ તો બી ટાઉનનો સૌથી શાંત રહેનાર એક્ટરમાંથી એક છે, પરંતુ ક્યારેક એવી ઘટના બનતી હોય છે જ્યારે તે ગુસ્સામાં આવી જાય છે. કંઈક એવું જ બન્યું જ્યારે એક રિપોર્ટરે વારંવાર ફિલ્મ ‘કબીર સિંહ’ના કિસ સીન્સને લઈને સવાલ કર્યા.


જાણકારી અનુસાર, કબીર સિંહના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયા કિયારા આડવાણી અને શાહિદ કપૂર મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન એક રિપોર્ટરે કિયારાને ફિલ્મમાં તેના અને શાહિદના કિસ સીન્સને લઈને સવાલ કર્યો. કિયારાએ ખુદને શાંત રાખતા તેનો હસતા જવાબ આપ્યો.



જોકે જ્યારે રિપોર્ટરે ફરીથી એ જ ટોપિલને લઈને આગળ સવાલ કર્યો તો તેની પાસે બેસેલ શાહિદ કપૂર ભડક્યો અને બધાની સામે રિપોર્ટરને તતડાવાનું શરૂ કર્યું.

શાહિદે કહ્યું કે, લાગે છે છે કે રિપોર્ટરને લાંબા સમયથી કોઈ ગર્લફ્રેન્ડ નથી બની, ત્યારે તેની પાસે પૂછવા માટે કોઈ અન્ય સવાલ નથી. એક્ટરે આગળ કટાક્ષ કરતાં કહ્યું કે, કિસિંગ સીન ઉપરાંત ફિલ્મમાં એક્ટિંગ પણ કરવામાં આવી છે.



જણાવીએ કે, કબીર સિંહ તેલુગી મૂવી અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક છે. ફિલ્મના ટીઝર અને ટ્રેલરને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. ખાસ કરીને શાહિદની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. દર્શકોને શાહિદ કિયારા સ્ટારર આ મૂવી 21 જૂનના રોજ જોવા મળશે.