મુંબઈ: બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર હાલમાં પોતાના પરિવાર સાથે વેકેશન ગાળી રહ્યો છે. પોતાની આગામી ફિલ્મ ‘કબીર સિંહ’ની શૂટિંગ પૂર્ણ કર્યા બાદ શાહિદ કપૂર પોતાના પરિવાર સાથે થાઈલેન્ડમાં ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

શાહિદ કપૂરે પત્ની મીરા સાથે એક ખૂબસૂરત તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. શાહિદે આ તસ્વીર શેર કરતા કેપ્શનમાં માત્ર ‘હમ’ લખ્યું છે. તેમની સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.


મીરા રાજપૂતે પણ પોતાના પૂત્ર અને પુત્રીની એક ક્યૂટ તસવીર શેર કરી છે. જેમાં મીશા નાના ભાઈ જૈન સાથે બીજ પર નજર આવી રહી છે. બન્ને બાળકો દરિયાનો નજારો જોતા અને રમતા નજર આવી રહ્યાં છે. આ સ્ટાર કપલ હાલમાં ફેમેલી ટાઈમ વિતાવી રહ્યાં છે.


શાહિદ કપૂર જલ્દી જ અપકમિંગ ફિલ્મ કબીરસિંહમાં નજર આવશે. કબીર સિંહ તેલુગુ ફિલ્મ અર્જૂન રેડ્ડીની હિંદી રિમેક છે.




માથાફરેલો આશિક લગ્નની માંગ સાથે હીરોઇનના રૂમમાં ઘૂસી ગયો ને બંધક બનાવી શરૂ કર્યુ ફાયરિંગ, જાણો પછી શું થયું

જિમ બહાર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી મલાઈકા અરોરા, જુઓ વીડિયો

દુનિયાની સૌથી હૉટ એક્ટ્રેસે 18 વર્ષ નાના બૉયફ્રેન્ડને જાહેરમાં કરી KISS,તસવીરો વાયરલ