મુંબઈ: શાહિદ કપૂર તેની તેલુગૂ ફિલ્મ 'જર્સી' ની હિંદી રીમેક માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. શાહિદે આ ફિલ્મમાં તેની ભૂમિકાને યોગ્ય ન્યાય આપવા માટે ક્રિકેટ કોચિંગ લેવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મમાં શાહિદ એક ક્રિકેટરના રોલમાં જોવા મળશે.


શાહિદ કપૂરે કહ્યું, 'કબીર સિંહ બાદ એ વિચારતાં મને સમય લાગ્યો કે, હવે મારે શું કરવું જોઇએ. પરંતુ મેં જેવી 'જર્સી' જોઇ હું સમજી ગયો કે આ મારી આગામી ફિલ્મ હશે. આ એક જબરજસ્ત પ્રેરણાદાયક ફિલ્મ છે અને એક એવી વ્યક્તિની વાર્તા છે, જે ઘણા અંશે મારા જેવો છે.' આ ફિલ્મમાં શાહિદ કપૂર ક્રિકેટરના રોલમાં જોવા મળશે, જેને લઈને તે ક્રિકેટની કોચિંગ લઈ રહ્યો છે.

આ ફિલ્મનું ચંડીગઢમાં શૂટિંગ શરૂ થશે. શાહિદની ક્રિકેટ ટ્રેનિંગની એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં શાહિદ હાથમાં બેટ સાથે જોવા મળી રહ્યો છે.


ફિલ્મ જર્સીનું નિર્દેશન ગૌતમ તિન્નાનાઉરી કરી રહ્યા છે. આ ફિલ્મના તેલુગૂ વર્ઝનનું નિર્દેશન પણ ગૌતમે જ કર્યું હતું. ફિલ્મનું નિર્માણ અલ્લૂ અરવિંદ, અમન ગિલ અને દિલ રાજૂ કરી રહ્યા છે, ફિલ્મ આવતા વર્ષે 28 ઓગસ્ટે રિલીઝ થશે.