વડાપ્રધાન મોદી થાઇલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓ-ચા સાથે 16મા આસિયાન-ઇન્ડિયા શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. થાઇલેન્ડના વડાપ્રધાને મોદીને બેંગકોક આવવાનું આમંત્રણ આપ્યું છે. વિદેશ મંત્રાલયના મતે વડાપ્રધાન મોદી 16મા આસિયાન-ઇન્ડિયા સંમેલન, 14મા આસિયાન એશિયા સંમેલન અને ત્રીજા ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સંમેલન સહિત સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે. બેંગકોકમાં આરસીઇપી સાથે સંબંધિત પેન્ડિગ મુદ્દાઓને ઉકેલવા પર વાતચીત ચાલી રહી છે.
આરસીઇપીમાં આસિયાનના 10 સભ્ય દેશ (બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઇલેન્ડ, ફિલિપિન્સ, લાઓસ તથા વિયેતનામ) તથા એફટીએના ભાગીદાર ભારત, ચીન, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે.