મુંબઈ: કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને ક્રિકેટર્સ અને બોલીવૂડ સેલેબ્સે પણ આ હુમલાની નિંદા કરી છે. બોલિવૂડ હસ્તિઓએ ટ્વીટ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. શાહીદ કપૂરે પણ પુલાવામા હુમલાની નિંદા કરતા ટ્વીટ કર્યું છે પરંતુ મોડૂ ટ્વિટ કરતા લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે.

શાહિદ કપૂરે 15 ફેબ્રુઆરીએ સવારે ટ્વીટ કરી લખ્યું કે, મે હાલમાં જ પુલવામાં થયેલી ભયંકર ઘટના વિશે સાંભળ્યું છે. આ ઘટનાથી હું દુખી છું અને શહીદ જવાનોના પરિવારો સાથે છું.


શાહિદના આ ટ્વીટ પર યૂઝર્સને ગુસ્સો આવ્યો છે અને તેને ટ્રોલ કરી રહ્યાં છે. યુઝર્સે લખ્યું કે આ ઘટના ગુરુવારે થઈ છે અને તેમે માત્ર સાંભળી, તો અન્ય યૂઝરે લખ્યું કે શું તમારું ઇન્ટરનેટ ધીમું હતું.






ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મજદની ફિદાયીન હુમલાવરે 350 કિલોગ્રામ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના જવાનોની એક બસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 40થી વધારે જવાનોના મોત થયા હતા.