મીરા બાંદ્રાની એક રેસ્ટોરાંની બહાર જોવા મળી તો ફોટોગ્રાફર્સ તેની તસવીર ક્લિક કરવા લાગ્યા. આ દરમિયાન મીરા નૉટ શર્ટ અને મિનિ સ્કર્ટમાં જોવા મળી હતી. ફોટોગ્રાફર્સે મીરાને પોઝ આપવાનું કહ્યું પરંતુ તેણે ધ્યાન ના આપ્યું. પોતાની ફ્રેન્ડ સાથે આવેલી મીરાએ તેને હગ કર્યું અને પોઝ આપ્યા વિના ગાડીમાં જઈને બેસી ગઈ. મીરાનો આ વીડિયો વિરલ ભાયાણીએ શેર કર્યો છે.
ફોટોગ્રાફર્સ સાથેનો આવો વ્યવહાર સોશિયલ મીડિયા યૂઝર્સને પસંદ ના આવ્યો. લોકોએ મીરાને ઘમંડી કહીને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યૂઝરે લખ્યું, “મીરામાં ખૂબ એટિટ્યૂડ છે, શાહિદ સારો છે.” બીજા એક યૂઝરે કહ્યું, “આ કોઈ સેલિબ્રિટી નથી તો તેના પર ધ્યાન આપવાનું બંધ કરી દેવું જોઈએ.” બીજા એક યૂઝરે કહ્યું, ‘આટલો એટિટ્યૂડ તો કરીનામાં પણ નહીં હોય.’ તો બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘આની ઓળખ માત્ર શાહિદની પત્ની તરીકેની છે. તેનામાં બીજી કોઈ આવડત છે નહીં.’