PM મોદીના મહેમાન બની બૉલિવૂડની આ દિગ્ગજ હસ્તીઓ, સેલ્ફી લેવા માટે જામી હોડ
નવી દિલ્હી: દેશભરમાં આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષ તરીકે ઉજવામાં આવી રહ્યું છે. અલગ અલગ કાર્યક્રમની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી વર્ષના અવસર કલા અને સિનેમાજગતની હસ્તીઓ સાથે પોતાના આવાસ પર મુલાકાત કરી હતી.
આ દરમિયાન શાહરૂખ ખાન, આમિર ખાન, કંગના રણૌત, એકતા કપૂર, જેકલીન અને બોની કપૂર સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
આ તસવીરમાં સોનમ કપૂર, કંગન, આમિર, શાહરુખ, રાજકુમાર હિરાની, આનંદ એલ રાય જેવી હસ્તીઓ નજર આવી.
ફિલ્મ ‘દે દે પ્યાર દે’ ફેમ એક્ટ્રેસ રકુલપ્રીત પણ આ ઇવેન્ટમાં નજર આવી હતી અને તેણે પીએમ મોદી સાથેની સેલ્ફી શેર કરી.
આ તસવીરમાં પીએમ મોદી સાથે કપિલ શર્મા નજર આવી રહ્યો છે.
શાહરુખ ખાન અને આમિર ખાને પણ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હતી.
એકતા કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ, અશ્વિની અય્યર તિવારી, કંગના રણૌત જેવા સ્ટાર પણ પીએ મોદી સાથે લેતી વખતે ખૂબજ ઉત્સાહિત જોવા મળ્યા.