મુંબઈ: બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘રઈસ’ ના ટ્રેલર રિલીઝ થવાની તારીખ નક્કી થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર 7 ડિસેમ્બરના લોંચ કરવામાં આવશે. 9 શહેરોમાં ટ્રેલર લોંચ દરમિયાન શાહરૂખ ખાન દર્શકો સાથે વાતચીત પણ કરશે.
શાહરૂખ ખાન તેની ફિલ્મ રઈસ ને લઈને ચર્ચામાં છે. જેનો ડાયલોગ ‘બનિએ કા દિમાગ ઔર મિયા ભાઈ કી ડેરિંગ’ એક વર્ષથી લોકોમાં છવાઈ ગયો છે. રઈસના ટ્રેલરને દેશભરમાં 3500 સ્ક્રીન્સમાં દેખાડવામાં આવશે. આ પ્રથમ વખત હશે કે કોઈ ફિલ્મના ટ્રેલરને એકસાથે આટલી સ્ક્રીન્સ પર દેખાડવામાં આવશે.
ફિલ્મ નિર્માતાઓએ જણાવ્યું કે તેમની ઈચ્છા દેશભરમાં દરેક સિનેમામાં રઈસનું ટ્રેલર પહોંચાડવાની ઈચ્છા છે, જેના કારણે 3500 સ્ક્રીન્સ પર ટ્રેલર બતાવવામાં આવશે. વીડિયો કોન્ફેન્સના માધ્યમથી ટ્રેલરને દેશના નવ શહેરોમાં બતાવવામાં આવશે, જેમાં દિલ્લી, મુંબઈ, બેંગલૂરૂ, હેદરાબાદ, કોલકાતા, જયપૂર, પંજાબ, ઈંદોર અને અમદાવાદ સામેલ છે.
રઈસમાં શાહરૂખ ખાનની સાથે આ ફિલ્મમાં માહિરા ખાન અને નવાઝુદિન સીદિકી મુખ્ય ભૂમિકામાં છે.