શાહરૂખ ખાનને વાનખેડે કેસમાં મળી ક્લિન ચીટ
abpasmita.in | 05 Oct 2016 12:12 PM (IST)
મુંબઈ: મુંબઈ પોલીસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતમાં કહેવાયુ કે અભિનેતા શાહરૂખ ખાન વિરૂદ્ધ વર્ષ 2012માં આઈપીએલ મેચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં કરાયેલા વિવાદમાં ક્લિન ચીટ આપી છે. અદાલતમાં હાલમાં રજૂ કરાયેલા એક પોલીસ રિપોર્ટમાં કહેવાયું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ અપરાધ થયો નથી. એક સ્થાનિક કર્યકર્તાએ અદાલતમાં ઘટનાને લઈને ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં સ્ટેડિયમમાં સુરક્ષાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવા બદલ શાહરૂખ ખાન સામે કાર્યવાહીની માગ કરી હતી. શાહરૂખે પોલીસને જણાવ્યું કે તે દિવસે તેની ટીમ કોલકતા નાઈટ રાઈડર્સે મેચ જીતી હતી અને તેમના બાળકો અને મિત્રો મેદાનમાં જતા રહ્યા હતા. સુરક્ષા ગાર્ડ વિકાસ દલવીએ તેમને ત્યાંથી જવા માટે કહ્યું હતું. શાહરૂખના જણાવ્યા અનુસાર તેમણે દલવીને જણાવ્યું કે તેમની સાથે બાળકો છે અને તેમના હાથ લગાડવો નહિ. તેમના બિઝનેસ મેનેજર બાળકોને સ્ટેડિયમમાંથી બહાર લઈ ગયા હતા. અભિનેતાએ પોલીસને જણાવ્યું કે કોઈએ તેમની માટે કોઈએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેથી તેમને ગુસ્સો આવી ગયો હતો.