મુંબઈ: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અનેક વાર પત્ની ગૌરી ખાન સાથે ઈવેન્ટ્સમાં જોવા મળે છે. ત્યારે ફરી એકવાર શાહરૂખ ખાન અને પત્ની ગૌરી ખાનના દ્રશ્યો બંન્ને એક સાથે કેમેરામાં કેદ થયા છે. હાલ બન્નેનો વીડિયો વાયરલ થયો છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન એક ઈવેન્ટમાં પહોંચ્યા હતાં. આ ઈવેન્ટમાં ગૌરી ખાને ગાઉન પહેર્યું હતું અને તે આગળ ચાલી રહી હતી અને શાહરૂખ ખાન જમીન પર રહેલું ગૌરી ખાનનું ગાઉન પકડીને ચાલતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

સુત્રો પ્રમાણે, શાહરૂખ ખાન અને ગૌરી ખાન ‘વોગ ધ પાવર લિસ્ટ 2019’ની ઈવેન્ટમાં પહોંચ્યા હતા. તેમાં શાહરૂખ ખાને ઘણીવાર સુધી પત્ની ગૌરી ખાનનું ગાઉન સાચવી રાખ્યું હતું. જેનો વીડિયો પણ હાલ વાયરલ થયો છે.


આ દરમિયાન ફોટોગ્રાફર બન્નેની તસવીર લેતા રહ્યા હતા ત્યાર બાદ જ્યારે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ યૂજર્સ તરફથી અપલોડ કરવામાં આવ્યો તો તે વાયરલ થયો છે. લોકો શાહરૂખ ખાનના આ કામના વખાણ કરી રહ્યા છે.


ગૌરી ખાન શાહરૂખને એવું પણ કહેતી જોવા મળી રહી છે કે, ગાઉન છોડી દે છતાં પણ શાહરૂખ પત્નીનું ધ્યાન રાખતા તેનું ગાઉન પકડીને ચાલતો હોય તેવું વીડિયોમાં જોવા મળે છે.