મુંબઇઃ ભારત આજે વેસ્ટ ઇન્ડિઝ સામે અંતિમ અને ફાઇનલ ટી20 મેચ રમવા મેદાને ઉતરશે, આજની મેચમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બન્ને ટીમો મેચ જીતીને સીરીઝ પર કબજો કરવા પ્રયાસ કરશે, બન્ને ટીમો સીરીઝમાં 1-1થી બરાબરી પર છે. બન્ને ટીમો માટે આજે કરો યા મરોનો જંગ છે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી20 મેચ બુધવારે, 11 ડિસેમ્બરે સાંજે 7 વાગે શરૂ થશે, ટૉસ 6.30 વાગે થશે. મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

મેચનુ લાઇવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકો છે. જો લાઇવ સ્ટ્રીમિંગ જોવા ઇચ્છતા હોય તો તમે હૉટસ્ટાર પર જઇ શકો છો. ઉપરાંત ત્રીજી ટી20 Jio TV એપ પર પણ જોઇ શકો છો.



ભારતીય ટીમઃ- કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, સંજૂ સેમસન, ઋષભ પંત, મનિષ પાંડે, શ્રેયસ અય્યર, શિવમ ડુબે, રવિન્દ્ર જાડેજા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

વેસ્ટ ઇન્ડિઝ ટીમઃ- કીરોન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, બ્રેન્ડન કિંગ, દિનેશ રામદીન, શેલ્ડન કૉટરેલ, એવિન લૂઇસ, શેફરન રદરફોર્ડ, શિમરોન હેટમેયર, ખારી પિયરે, લેન્ડિલ સિમન્સ, જેસન હોલ્ડર, હેડન વૉલ્શ જૂનિયર, કીમો પૉલ, કેસરિક વિલિયમ્સ.