આર્ટિકલ 370 હટ્યા બાદ સેનાના વડા બિપિન રાવત પ્રથમ વખત જમ્મુ -કાશ્મીર જશે
abpasmita.in | 29 Aug 2019 11:20 PM (IST)
શ્રીનગરમાં શુક્રવારે જુમાની નમાજ અદા કરવામાં આવે છે જેનું ખાસ મહત્વ હોય છે. અનેક વાત જુમાની નમાજ બાદ હિંસાની ઘટનાઓ બને છે એવામાં સુરક્ષાદળો સામે શુક્રવારનો દિવસ પડકારરૂપ રહેશે.
નવી દિલ્હી: આર્ટિકલ 370 હટાવ્યા બાદ સેનાના વડા બિપિન રાવતે શુક્રવારે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર જશે. અહીં તેઓ શ્રીનગરમાં સુરક્ષા સ્થિતિ અને કાશ્મીર ઘાટી સ્થિતને પહોંચી વળવા માટે સુરક્ષાદળોની તૈયારીઓની સમીક્ષા કરશે. શ્રીનગરમાં શુક્રવારે જુમાની નમાજ અદા કરવામાં આવે છે જેનું ખાસ મહત્વ હોય છે. અનેક વાત જુમાની નમાજ બાદ હિંસાની ઘટનાઓ બને છે એવામાં સુરક્ષાદળો સામે શુક્રવારનો દિવસ પડકારરૂપ રહેશે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના બે ભાગલા કરી તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે. તે સિવાય સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખના વિકાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે જાહેરાત કરી હતી કે આગામી બે કે ત્રણ દિવસમાં જમ્મુ કાશ્મીર અને લદાખમાં 50 હજાર સરકારી નોકરીઓની ભરતી કરવામાં આવશે.