શાહરૂખની દીકરી સુહાના ખાન આ ફિલ્મમાં બનશે હીરોઇન, ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં ઇન્ટરનેટ પર સનસની, VIDEO
abpasmita.in | 30 Sep 2019 11:47 AM (IST)
સુહાના ખાનની પહેલી ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ' (The Grey Part Of Blue)નુ ટીઝર રિલીઝ થયુ છે. જેમાં સુહાના એકદમ ઇમ્પ્રેસિવ દેખાઇ રહી છે
મુંબઇઃ આજકાલ બૉલીવુડ ફિલ્મોમાં સ્ટાર કિડ્સની એન્ટ્રીનો સમય ચાલી રહ્યો છે. સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, ઇશાન ખટ્ટર, અનન્યા પાન્ડે જેવા સ્ટાર કિડ્સ બાદ હવે દિગ્ગજ બૉલીવુડ સ્ટાર શાહરૂખની દીકરી પણ ડેબ્યૂ કરી રહી છે, એટલે એસઆરકેની દીકરી સુહાના ખાન પણ હવે ફિલ્મોમાં આવી રહી છે, તેની ફિલ્મનુ ટિઝર હાલમાં લૉન્ચ થયુ જેને ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. સુહાના ખાનની પહેલી ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ' (The Grey Part Of Blue)નુ ટીઝર રિલીઝ થયુ છે. જેમાં સુહાના એકદમ ઇમ્પ્રેસિવ દેખાઇ રહી છે. આ સાથે જ સોશ્યલ મીડિયામાં હંગામો મચી ગયો છે. એક ફેને ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું ટીઝર શેર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ એક શોર્ટ ફિલ્મ છે. કોન છે અભિનેતા.... સુહાના ખાનની પહેલી ફિલ્મમાં ડાયરેક્ટરે તેની ઓપૉઝિટ ઓસ્કાર નામના અભિનેતાને સિલેક્ટ કર્યો છે. ફિલ્મનુ લેખન અને નિર્દેશક થિઓડોર જેમેનોએ કર્યુ છે.