KKRની જીત પર શાહરૂખે બાથરૂમમાંથી કર્યું વીડિયો ટ્વિટ, જાણો શું કહ્યું
શાહરૂખ ખાન કોલકાતા નાઇટરાઇડર્સનો માલિક છે અને તે લગભગ દરેક મોટી મેચમાં ટીમનો આત્મવિશ્વાસ વધારવા હાજર રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકાતા નાઇટરાઇડર્સ 2012 અને 2014માં આઈપીએલમાં વિજેતા બની હતી.
કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાને બાથરૂમમાંથી વીડિયો ટ્વિટ કરતાં લખ્યું કે, મારી ટીમની જીત પર ગર્વ અનુભવી રહ્યો છું. જોકે, શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે આ વખતે જીતનો હિસ્સો ન બની શક્યો.
શાહરૂખે વીડિયોમાં કહ્યું કે, શૂટિંગમાં વ્યસ્ત હોવાથી કોલકાતા નાઇટરાઇડર્સના મારા ખેલાડીઓ સાથે વાત નથી કરી રહ્યો. શાહરૂખે શૂટિંગમાં વ્યસ્ત થાય તે પહેલા સ્નાન દરમિયાન જ ટ્વિટ કરીને ટીમને અભિનંદન આપ્યા. શાહરૂખે આ ટ્વિટ #KKRHaiTayyar હેશટેગ સાથે કર્યું છે.
કોલકાતા જો ફાઇનલમાં પહોંચશે તો શાહરૂખ ખાન શૂટિંગમાંથી સમય નીકાળીને સ્ટેડિયમમાં મેચ જોવા હાજર રહેશે તેમ માનવામાં આવે છે.
નવી દિલ્હીઃ બુધવારે રાતે આઈપીએલ-11ના એલિમિનેટર મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 25 રનથી હાર આપીને ક્વોલિફાયર-2માં સ્થાન મેળવ્યું છે. જીત બાદ કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાને કરેલું ટ્વિટ ચર્ચાનો વિષય બન્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -