તનુશ્રી અને નાના વિવાદની આ એક્ટરે ઉડાવી મજાક, કહ્યું- ઘટના બની ત્યારે હું નાનુ બાળક હતો
તનુશ્રીએ કહ્યું કે, મને નાના પાટેકર તરફથી કોઇ જાતની લીગલ નૉટિસ નથી મળી, આવી બધા ધમકીઓ એટલા માટે આપવામાં આવી રહી છે કે મારી સાથે થયું એવું બીજા સાથે થાય ત્યારે તે ડરીને બેસી રહે, કોઇ અવાજ ના ઉઠાવી શકે. કોઇએ પણ આવી રીતની ધમકીઓથી ડરવાની જરૂર નથી, આખો દેશ તેમને સપોર્ટ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશક્તિ કપૂરે તનુશ્રીનો મજાક ઉડાવતા કહ્યું કે, 'હું આ મામલે કંઇ જ નથી જાણતો, આ વાત 10 વર્ષ પહેલાની છે, તે સમયે હુ નાનો બાળક હતો.'
નવી દિલ્હીઃ તનુશ્રી અને નાના પાટેકર વિવાદ વેગ પકડતો જાય છે. આ મામલામાં બૉલીવુડના કેટલાય સેલેબ્સ ખુલીનો પોતાનો પક્ષ મુક્યો છે, તો કેટલાક સેલેબ્સે આ મુદ્દ મૌન સેવ્યુ છે. કેટલાક સ્ટાર્સે તનુશ્રીને સપોર્ટ કર્યો છે તો કેટલાકે તનુશ્રીને ખોટી ગણાવી છે. આ બધાની વચ્ચે હવે શક્તિ કપૂરે આ મામલાની મજાક ઉડાવી છે.
ઉલ્લેખનીય છે કે તનુશ્રીએ નાના પાટેકર પર છેડતીનો આરોપ લગાવ્યો છે, વળી નાનાએ બધા આરોપોને ખોટા ગણાવ્યા છે. આ બધાની વચ્ચે તનુશ્રીએ નાના પાટેકરને લીગલ નૉટિસ મોકલવાના સ્ટેટમેન્ટ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. તેને કહ્યું કે, મને કોઇ લીગલ નૉટિસ નથી મળી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -