મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદરે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવાનું ચાલુ રાખ્યું છે. એક્ટ્રેસે હાલમાં જ બ્લેક બિકિનીમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. શમાની આ હોટ તસવીરો વાયરલ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ટીવી પડદા પરથી દૂર શમા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે. શમા સિકંદર તેની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. શમાએ હાલમાં જ પોતાની ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. શમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની એકથી એક ચઢીયાતી તસવીર ફેન્સ સાથે શેર કરે છે. તે મોટેભાગે પોતાના ફોટોશૂટ્સની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. શમાને હરવા ફરવાનો ખૂબ શોખ છે. તે જ્યાં પણ જાય છે ત્યાંની સુંદર તસવીરો ફેન્સની સાથે શેર કરવાનું ભૂલતી નથી. શમા સિકંદરને ટીવી સીરિયલ યે હે લાફઈથી પોપ્યુલારિટી મળી હતી. શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા. શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. ત્યારબાદ તે અનેક મ્યૂઝિક વીડિયોઝમાં જોવા મળી હતી. શમાએ કેટલીક ફિલ્મ્સમાં કામ કર્યું છે અને પછી તેણે ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી. 'યે મેરી લાઇફ હૈ', 'સેવન' અને 'બાલવીર' તેની મુખ્ય સીરિયલ છે.