શત્રુઘ્ન સિંહાની પાકિસ્તાનમાં લગ્ન સમારોહ દરમિયાનની તસવીર સામે આવ્યા બાદ ટ્વીટર યૂઝરે અલગ અલગ રીતે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક વ્યક્તિએ ટ્વીટ કરીને લખ્યું કે, દરેક વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતાઓએ આઈડિયા લેવા માટે પાકિસ્તાન જવું પડે છે.
અન્ય એક યુઝરે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય તણાવ અલગ છે અને કોઈ વ્યક્તિગત રીતે કોઇને ઓળખે છે અને તે સમારોહમાં જાય છે તો તેને દેશ હિત સાથે જોડવું ન જોઈએ
સમારંભમાં સુત્રુધ્ન સિન્હા પાકિસ્તાની અદાકારા રીમા ખાન સાથે જોવા મળ્યા. આ બંન્નેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાની વેપારી અસદ અહસનના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે લાહોર પહોંચ્યા હતા. લગ્ન પ્રસંગમાં કવ્વાલી કાર્યક્રમનો પણ તેમને આનંદ ઉઠાવ્યો હતો.
નોંધનીય છે કે, શત્રુઘ્ન સિંહા લાંબા સમયથી ભાજપ સાથે રહ્યા છે. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા તેમમે ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. કોંગ્રેસેત તેને પાટલિપુત્ર લોકસભા સીટથી ટિકિટ આપી હતી. પરંતુ તેમની ભાજપના નેતા રવિશંકરની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.