મુંબઇઃ પોતાના બિંદાસ અને બોલ્ડ અંદાજને કારણે જાણીતી એક્ટ્રેસ શર્લિન ચોપરાએ બોલિવૂડના જાણીતા ડિરેક્ટર રામગોપાલ વર્માને લઇને મોટું નિવેદન આપ્યું છે. શર્લિન ચોપરાએ રામગોપાલ વર્મા પર પોર્ન વીડ઼િયો મોકલવાનો આરોપ લગાવ્યો હતો. શર્લિનના મતે તેણે કામ માંગવા માટે રામગોપાલ વર્માને મેસેજ કર્યો હતો પરંતુ તેમણે તેને એક પોર્ન વીડિયો મોકલીને એડલ્ટ ફિલ્મમાં કામ કરવાની સલાહ આપી હતી. શર્લિને કહ્યુ કે, આ વાત વર્ષ 2016ની છે. મને યાદ છે કે મે રામગોપાલ વર્મા સરને વોટ્સએપ મેસેન્જર મારફતે કામ આપવા માટે કેટલીક તસવીરો સાથે મેસેજ કર્યો હતો અને કોઇ સારુ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મારા મેસેજના જવાબમાં તેમણે કહ્યું કે, એક સેક્સ બેઝ્ડ ફિલ્મ છે, શું તું આ ફિલ્મમાં કામ કરીશ.
જેના જવાબમાં મે તેમને કહ્યુ હતુ કે સેક્સ ફિલ્મ મતલબ. એડલ્ટ ફિલ્મની વાત કરી રહ્યા છો. આ ફિલ્મ ક્યાં રીલિઝ થશે. બોલિવૂડ કે હોલિવૂડમાં. આ ફિલ્મને લઇને મને શું ફાયદો થશે. તેમણે કહ્યું કે આ ફિલ્મ બોલિવૂડ કે હોલિવૂડમાં રીલિઝ નહી થાય પરંતુ એડલ્ટ માર્કેટમાં રીલિઝ થશે. મારા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, પોર્ન સ્ટાર રહેલી સની લિયોનીને પોતાના ભૂતકાળના કારણે માઇલેજ મળ્યુ છે એવી જ રીતે તને આ ફિલ્મથી ફાયદો થશે. મેં કહ્યુ કે, તે પોર્ન ફિલ્મો છોડીને બોલિવૂડ઼માં આવી છે અને તમે મને બોલિવૂડથી પોર્ન ફિલ્મોમાં મોકલવા માંગો છો.
જવાબમાં રામગોપાલ વર્માએ કહ્યું કે, મારી પાસે બસ આ એક જ પ્રોજેક્ટ છે. શર્લિને કહ્યું કે, તેમણે મને એક સ્ક્રિપ્ટ મોકલી હતી જેમાં સેક્સ સિવાય કાંઇ નહોતું. કોઇ વાર્તા પણ નહોતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, જે ડિરેક્ટરની રંગીલા, સત્યા જેવી ફિલ્મો જોઇને હું મોટી થઇ છું. તેમની માનસિકતા આવી હશે. હું ઘણા સમય સુધી આ વાતચીતને લઇને પરેશાન રહી. હું મારી જાતને જ ખોટી માની રહી હતી. મને લાગી રહ્યુ હતું કે, આ બધુ મારા કારણે જ થઇ રહ્યું છે.
બોલિવૂડના આ ડિરેક્ટરે મને પોર્ન વીડિયો મોકલી એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાની ઓફર કરી હતી
abpasmita.in
Updated at:
19 Aug 2019 04:38 PM (IST)
તેમણે કહ્યું કે પોર્ન સ્ટાર રહેલી સની લિયોનીને પોતાના ભૂતકાળના કારણે માઇલેજ મળ્યુ છે એવી જ રીતે તને આ ફિલ્મથી ફાયદો થશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -