નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ રાહુલ ગાંધી કોગ્રેસ અધ્યક્ષ પદ પર રહેશે કે નહીં તેને લઇને અનિશ્વિતતાઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે રવિવારે કહ્યું કે, ગાંધી પરિવાર સિવાયનો નેતા પાર્ટીનો પ્રમુખ હોઇ શકે છે પરંતુ ગાંધી પરિવારે સંગઠનમાં સક્રીય રહેવું પડશે. તેમણે દાવો કર્યો કે ભાજપનું લક્ષ્ય ગાંધી મુક્ત કોગ્રેસ છે જેથી કોગ્રેસ મુક્ત ભારતનો તેમનો ઉદેશ્ય પુરો થઇ શકે.
ઐય્યરે કહ્યું કે, જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ રહે છે તો આ સૌથી સારું થશે પરંતુ સાથે રાહુલની ઇચ્છાઓનું સન્માન થવું જોઇએ. હું નિશ્વિત છું કે પાર્ટીનો અધ્યક્ષ કોઇ નેહરુ-ગાંધી પરિવારનો નહી હોય તો પણ અમારુ અસ્તિત્વ રહેશે પણ આ માટે ગાંધી પરિવાર પાર્ટીમાં સક્રીય રહે અને આવા સંકટનું સમાધાન કાઢવામાં મદદ કરે જ્યાં ગંભીર મતભેદ ઉભા થયા છે.
કોગ્રેસ નેતાએ કહ્યું કે, રાહુલે અધ્યક્ષ પદ માટે કોઇ અન્ય વિકલ્પ પસંદ કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે અને આ મુદ્દાને લઇને કોગ્રેસની અંદર વાતચીત ચાલી રહી છે જ્યાં પાર્ટીમાં મોટાભાગના લોકો રાહુલના અધ્યક્ષ પદ પર રહેવાના પક્ષમાં છે. ઐય્યરે કહ્યું કે, મને નથી લાગતું કે આ વ્યક્તિત્વનો મામલો છે. હું જાણું છું કે ભાજપનું લક્ષ્ય ગાંધી મુક્ત કોગ્રેસ અને કોગ્રેસ મુક્ત ભારત છે.
કોગ્રેસના આ નેતાનો દાવો- ગાંધી પરિવાર બહારનો હોઇ શકે છે આગામી કોગ્રેસ પ્રમુખ
abpasmita.in
Updated at:
23 Jun 2019 09:57 PM (IST)
પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે રવિવારે કહ્યું કે, ગાંધી પરિવાર સિવાયનો નેતા પાર્ટીનો પ્રમુખ હોઇ શકે છે પરંતુ ગાંધી પરિવારે સંગઠનમાં સક્રીય રહેવું પડશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -