લગ્નની અટકળો વચ્ચે ગર્લફ્રેન્ડ શિબાની સાથે પૂલમાં રોમાન્સ કરતો જોવા મળ્યો ફરહાન, જુઓ તસવીરો
abpasmita.in | 26 Jul 2019 09:51 PM (IST)
આ હોટ કપલની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહી છે. ફરહાન અખ્તર સાથે શિબાની પૂલમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
મુંબઈ: ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો એન્કર, મોડલ, સિંગર અને એક્ટ્રેસ શિબાની દાંડેકર હાલ બોલીવૂડ અભિનેતા ફરહાન અખ્તર સાથેની લવ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. ફરી એક વાર આ હોટ કપલની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહી છે. ફરહાન અખ્તર સાથે શિબાની પૂલમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. ફરહાન અખ્તર અને શિબાનીની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. ફરહાને ઈન્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીર શેર કરી છે. ફરહાને તસવીર શેર કરતા લખ્યું, હર 'પલ તુમ્હારે સાથ' આ તસવીરમાં હોટ કપલ ખૂબ જ બોલ્ડ અંદાજમાં પૂલમાં મસ્તી કરતું જોવા મળી રહ્યું છે. શિબાની દાંડેકર રેડ કલરની બિકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ફરહાન પણ શર્ટલેસ અંદાજમાં બોડી ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. સોશિયલ મીડિયા પર બંનેએ એકબીજા સાથેના સિલેશનને બધા સામે ઓફિશિયલ કર્યા છે.