મુંબઈ: ટીવી સીરિયલ બહુ હમારી રજનીકાંતની એક્ટ્રેસ વાહબિજ દોરાબજીએ હાલમાં જ પોતાની અંગત જિંદગીને લઈને કેટલાક હેરાન કરતી આપવીતિનો ખુલાસો કર્યો છે. વાહબિજ દોરાબજીએ જણાવ્યું કે મેડિકલ કંડીશન્સના કારણે તેનો વજન વધવા લાગ્યો હતો અને તેને કોઈ કાસ્ટ નહોતુ કરવા માંગતુ. ઓડિશંસમાં પણ લોકો તેને પોતાનુ વજન ઓછુ કરવાનું કહેતા હતા.


દોરાબજીએ કહ્યું, દરેક લોકોનું બોડી સ્ટ્રક્ચર પાતળુ ન હોઈ શકે સાથે જ કોઈ મહિલામાં તેની સામે લડવાની ક્ષમતા પણ ન હોઈ. હું જાણુ છુ કે ફિટ રહેવું જરૂરી છે, પરંતુ ઘણી વખત તમારુ મેટાબોલિજ્મ એ રીતે સર્પોટ નથી કરતું. હું દરરોજ જિમમાં જતી હતી કારણ કે ફિટ રહી શકુ.


વાહબિજ દોરાબજીએ કહ્યું, જ્યારે હુ સ્વિમસૂટ પહેરતી ત્યારે લોકો કહેતા કે મારી જાંઘ ખૂબ મોટી લાગે છે મારી આ ન પહેરવું જોઈએ. જો તમે મોટા હશો તો તમને અલગ-અલગ નામથી બોલાવવામાં આવે છે, જેના કારણે તમારો વિશ્વાસ ઓછો થવા લાગે છે. આ કારણે ઘણી વખત હુ અંદરથી તુટી ગઈ હતી અને મારો આત્મ વિશ્વાસ પણ જતો રહ્યો હતો.


વાહબિજે પ્યાર કી કહાની સાવિત્રી સરસ્વતીચંદ્ર અને બહુ હમારી રજનીકાંત જેવી સીરિયલમાં કામ કર્યું છે. વાહબિજે વિવાન ડીસેના સાથે 2013માં લગ્ન કર્યા હતા, ચાર વર્ષ બાદ 2017માં આ સંબંધોનો અંત આવ્યો હતો.