મુંબઇઃ નેશનલ સ્પૉર્ટ્સ ડે પ્રસંગે ફિટનેસ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવી રહેલી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને લઇને દેશભરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નવી દિલ્હીથી ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં લૉન્ચ કરશે. હવે કેમ્પેઇનને લઇને બૉલીવુડ સેલેબ્સ પણ તૈયારી સાથે જોશમાં દેખાઇ રહ્યાં છે.

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને પાયલ રોહતગીએ પીએમના કેમ્પેઇન માટે ખાસ તૈયારી કરી હોય, તેમ બન્નેએ ફિટનેસના વીડિયો શેર કર્યા છે.




એક્ટ્રેશ શિલ્પાએ વીડિયો શેર કરતા લખ્યુ છે કે, "આજકાલની ભાગદોડ વાળી જિંદગીમાં ફિટ રહેવું શ્વાસ લેવા જેટલુ જરૂરી છે. એટલા માટે હું લોકોને અપીલ કરુ છું કે આદરણીય વડાપ્રધાનની @PMOIndiaની મૂવમેન્ટ ફિટ ઇન્ડિયા કેમ્પેઇન સાથે જોડાવો, ફિટનેસને પોતાની જિંદગીની રીત બનાવવાની શપથ લો."

વળી, એક્ટ્રેસ પાયલ રોહતગીએ પણ એક વીડિયો શેર કર્યો, તેને પણ વીડિયો મારફતે લોકોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો.