નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરાવશે. કાર્યક્રમની શરૂઆત સવારે 10 કલાકે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં થશે. આ અભિયાન અંતર્ગત દરેક કોલેજ અને યુનિવર્સિટીએ 15 દિવસનો ફિટનેસ પ્લાન તૈયાર કરવો પડશે અને તેને કોલેજ-યુનિવર્સિટીની પોર્ટલ, વેબસાઇટ પર અપલોડ કરવો પડશે.

તાજેતરમાં જ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર સરકારને સલાહ આપવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિમાં ભારતીય ઓલંપિક સંઘ, રાષ્ટ્રીય ખેલ સંઘ, સરકારી અધિકારી, ખાનગી એકમો અને પ્રસિદ્ધ ફિટનેસ હસ્તીઓને સામેલ કરવામાં આવી હતી.



ખેલ અને યુવા મામલા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, લોકોની ફિટનેસમાં સુધારો કરી શકાય તે માટે શારીરિક ગતિવિધિઓ અને રમતોને નાગરિકોના દૈનિક જીવનમાં સામેલ કરવામાં આવશે.

ધોનીના કરિયરનો ધ એન્ડ ? દક્ષિણ આફ્રિકા સામે ટીમમાં સ્થાન મળવાની શક્યતા નહીંવત

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે