બોલિવૂડની આ હોટ એક્ટ્રેસને રેમ્પ પર ચાલતી વખતે લાગે છે વોર્ડરોબ માલફંક્શનનો ડર, જાણો વિગત
ઈન્ડિયન કોત્યોર વીક 2018માં ડિઝાઇનર કલેકશનમાં લાઇટ કલર અને શિમર ડ્રેસેઝનો જલવો જોવા મળ્યો.
હું જ્યારે પણ રેમ્પ પર ચાલતી હોઉ ત્યારે એક જ પ્રાર્થના કરું છું કે, મારું વોર્ડરોબ માલફંક્શન ન થઈ જાય તેમ શિલ્પાએ કહ્યું હતું.
શિલ્પાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે રેમ્પ વોક દરમિયાન તેના દિમાગમાં શું ચાલતું હોય છે ? શિલ્પાએ કહ્યું, રેમ્પ પર કલેકશનને સારી રીતે રજૂ કરવા એક મોટી જવાબદારીવાળું કામ છે. કારણકે આપણી પાસે એક ડિઝાઈનરને અનેક આશા હોય છે. તેથી બધું સારી રીતે પાર પડે તેવું મારા દિમાગમાં પ્રેશર રહેતું હોય છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો ફેશન શો લુક ગ્લેમર વર્લ્ડમાં છવાયેલો છે. શિલ્પા શેટ્ટી India Couture Week 2018 માટે રેમ્પ પર ઉતરી હતી. ફેશન શોના ત્રીજા દિવસે અમિત અગ્રવાલના કલેક્શને રજૂ કરવા પહોંચેલી શિલ્પા શેટ્ટીએ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી.