Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી આ ભારતીય બેટ્સમેનોનો રહ્યો છે દબદબો, જાણો વિગત
સુનિલ ગાવસ્કરઃ લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે 1979માં ઓવલમાં યાદગાર ઈનિંગ રમીને મેચ ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 438 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને ચેતન ચૌહાણે 231 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. જે બાદ ગાવસ્કરે દિલીપ વેંગસરકર સાથે 153 રનની ભાગીદારી કરવા સહિત પોતાની બેવડી સદી પણ ફટકારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસચિન તેંડુલકરઃ 1990ના દાયકામાં સચિન તેંડુલકરની વિકેટ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની માનવામાં આવતી હતી. ટેલફોર્ડમાં 1990માં ઈંગ્લેન્ડે ભારતને જીતવા 408 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સચિને ધીમી અને મકક્મ બેટિંગ કરીને 119 રનની ઈનિંગ રમી. જેના કારણે ભારતે મેચ ડ્રો કરી હતી. સચિનના આ પ્રદર્શન બદલ તેને બોય ઓફ ધ મેચ પુરસ્કારથી નવાજવામાં આવ્યો.
રાહુલ દ્રવિડઃ ટેસ્ટ ક્રિકેટમાં ધ વોલના નામે જાણીતા રાહુલ દ્રવિડને 2002માં રમાયેલી હેડિંગલી ટેસ્ટ માટે યાદ કરવામાં આવે છે. દ્રવિડે આ સીરિઝની ચાર મેચમાં ત્રણ સદી ફટકારી અને રતીય ફેન્સ માટે નવો હીરો બનીને ઉભર્યો. હેડિંગ્લીમાં રમાયેલી ત્રીજી મેચમાં દ્રવિડે 429 મિનિટ પીચ પર ઉભા રહીને 148 રનની ઈનિંગ રમી હતી.
સૌરવ ગાંગુલીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલને શરૂઆતથી જ લોર્ડસ સાથે લગાવ રહ્યો છે. 1996માં રમાયેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં ડેબ્યૂ કરનારા ગાંગુલીએ તેની પ્રથમ મેચમાં જ ઈતિહાસ રચ્યો હતો. ઈંગ્લેન્ડના 344 રનની જવાબમાં ભારતીય ટીમે શરૂઆતમાં જ 2 વિકેટ ગુમાવી હતી. જે બાદ ગાંગુલી અને દ્રવિડે મળીને ઈનિંગ સંભાળી. ગાંગુલીએ ડેબ્યૂ મેચમાં સદી ફટકારી રેકોર્ડ કર્યો. તેણે 20 ચોગ્ગાની મદદથી 131 રન બનાવ્યા હતા.
દિલીપ વેંગસરકરઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરનો ઈંગ્લેન્ડ સામેનો રેકોર્ડ શાનદાર છે. ઈંગ્લેન્ડ સામે 23 ઈનિંગમાં વેંગસરકરે 960 રન બનાવ્યા. 1986માં હેડિંગ્લી ટેસ્ટમાં વેંગસરકરે અણનમ 126 રનની ઈનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. લોર્ડ્સ મેદાન પર ચાર ટેસ્ટમાં તેણે 72.57ની સરેરાશથી 508 રન બનાવ્યા છે.
લોર્ડસઃ ભારતીય ટીમ 1 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ કરશે. ઈંગ્લેન્ડમાં બેટિંગ કૌશલ્ય બતાવવું વિશ્વના કોઈપણ બેટ્સમેન માટે હંમેશા પડકારભર્યું હોય છે. 2014માં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે કોહલીનો દેખાવ એકદમ સામાન્ય રહ્યો હતો. આ વખતે કોહલી પાસેથી સારા દેખાવની આશા રાખવામાં આવે છે. આ ઉપરાંત ચેતેશ્વર પૂજારા પાસે પણ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડમાં જઈને પોતાની બેટિંગ દ્વારા અળગ છાપ છોડનારા ભારતીય બેટ્સમેનો અંગે જણાવી રહ્યા છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -